ENVIRONMENT STD -5 PROJECT- BIJ NI VIKAS YATRA

પ્રોજેક્ટનુ નામ : બીજ ને ઉગવા માટે જરૂરી પરીબળો

આ પ્રોજેક્ટ કયા ધોરણનો છે? : ધોરણ-5

આ પ્રોજેક્ટ ક્યાં વિષય પર છે? : પર્યાવરણ

સત્ર : સત્ર-1

એકમ : બીજની વિકાસયાત્રા

કેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? : 27

કુમાર :

14

કન્યા :

13

આ પ્રોજેક્ટ બાળકોમાં કઈ અધ્યયન નિષ્પત્તિ/નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે? :

બીજ ને ઉગવા માટેના વિવિધ પરીબળો અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે.

ધ્યેય :
અહી બાળકો સૌપ્રથમ વખત બીજ ને ઓળખશે અને તેને ઉગવા માટે જે જરૂરી પરીબળો અંગે જાણકારી મેળવશે આ ઉપરાંત બીજની વિકાસ યાત્રા અંગે માહિતી પ્રાપ્ત કર છે. તે અંગે ની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત બીજ ને ઉગવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે. તેના અંગે માહિતી પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત વાતાવરણ ને સુક્ષ્મતાથી જાણતા થાય છે. તેનાથી બાળકોને બીજને ઉગવા માટે કયા કયા પરીબળો જવાબદાર છે તેના અંગે માહિતી પ્રાપ્ત થાય છે. અને બાળકો બીજ અંગે પરીચીત થાય છે.

 ધ્યેય સ્પષ્ટ રીતે દર્શાવેલા નથી

 ધ્યેયો સ્પષ્ટપણે જણાવેલા છે અને શીખવા-શીખવવાસાથે સંબંધિત છે

 ધ્યેયો સ્પષ્ટપણે અંકિત કરેલા છે, શીખવા=શીખવવા સાથે સંબંધિત છે અને ક્રિયાત્મક સંશોધનની માહિતી આપે છે.

પ્રવૃતિનું વિગતવાર વર્ણન :
મારા બાળકોને સૌપ્રથમ ખેતરમાં લઈ જવામાં આવ્યા ત્યાં વાવેતર કરવામાં આવેલ મગફળી અને કપાસના બી ખેડુતે વાવેલા હતાં તેની સમજ આપી. અને ખેડૂતે ખેતર માં વાવેલા બીજા શાકબાજી અને ફળ ફુલો નું અમે નિરીક્ષણ કર્યું અને બાળકોને તેના અંગે માહિતી પણ આપી હતી તેથી બાળકો વધુ પરીચીત થયા હતા. બાળકો ખેડુત પુત્ર હોવાથી અમુક બાબતો તે પહેલેથી જ માહિતગાર હતાં. આ ઉપરાંત બીજને ઉગવા માટે જે પ્રક્રિયા થાઈ છે. તે જાણવાનો પ્રયત્ન કરતાં હતાં. જેના કારણે પર્યાવરણ અને વિજ્ઞાન વચ્ચેનો આંતરસંબધ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત બીજને સૌપ્રથમ જરૂરી જમીન અને પાણીને ઓળખવા.પ્લાસ્ટિકની બોટલમાં બીજને વાવીને છોડને કઈ રીતે રોપવામાં અઅવે છે. તેનો ખ્યાલ બાળકોને નોંધવામાં આવ્યો. જેના લીધે બાળકો સરસ રીતે માહિતગાર થયાં. કે કોઈપણ બી હોય તે પહેલા જમીન અને પાણીની મદદથી મૂળતંત્ર નો વિકાસ કરે છે. અને મૂળતંત્રનો વિકાસ થયાબાદ બી ઉપર તરફ વિકાસ થાય છે. તે એક વૈજ્ઞાનિક ધટનાની સમજ પ્લાસ્ટિકની પારદર્શક બોટલમાં પ્રયોગ કરીને સમજાવવામાં આવ્યું હતુ.અને બાળકો પણ સરસ રીતે શીખી શક્યાં હતાં.

 માહિતીના માત્ર એક કે બે સ્ત્રોત

 હાલના વર્ગખંડમાંથી પૂરતા પ્રમાણમાં માહિતીના સ્ત્રોતો

 હાલના વર્ગખંડમાંથી ઘણાં માહિતીના સ્ત્રોતો (કેસ સ્ટડી) અથવા અન્ય સંબંધિત સ્રોતો સાથે સરખાવેલા ઘણી માહિતી(દા.ત. ગયા વર્ષનો વર્ગ, શાળામાં, બીજો વર્ગ, રાજ્યની માહિતી)

મૂલ્યાંકન અને પરિણામ :
આ નિષ્પતી અંતર્ગત જે પણ માહિતી આપવામાં આવી હતી તેના મૂલ્યાંકન અંતર્ગત પ્રશ્નનાવલી બનાવવામાં આવી હતી, અને બાળકો ને પ્રત્યક્ષ પ્રશ્નો બનાવીયા હતાં. તેમણે વિક્લ્પ દ્વારા પ્રશ્નનોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને ટુંકા જવાબી પ્રશ્નો દ્વારા પણ સારા એવા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ખાલી જગ્યા અને પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન કરવાંમાં આવ્યું. હતું જેથી બીજ ને ઉગવા માટે નો ખ્યાલ વધુ સ્પષ્ટ થાય. અને મોટાભાગના બાળકો એ સરસ મજાના જવાબ અપ્યા હતાં. પરંતુ 3 બાળકો ગેરહાજર હોવાથી તે બાળકો પ્રશ્નો ના જવાબ આપી શક્યા નહતાં. બાકીના જે કાઈપણ બતાવવામાં આવ્યું.તેનું તેમણે ઘરે પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો હતાં. તે મને જાણવા મળ્યું. હતું તેનાથી મને પણ આનંદ થયો હતો.

 પરિણામો યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી

 પરિણામો સારા વર્ણન અને ગ્રાફ, વગેરે દ્વારા દર્શાવવામાં આવ્યા છે

 પરિણામોમાંથી ચાવીરૂપ તારણો નીકળે છે. સારા વર્ણન અને ગ્રાફ, વગેરે દ્વારા સ્પષ્ટ અને સચોટ રૂપે જાણકારીનું પ્રદર્શન

ચિંતન :

સંપૂર્ણ પ્રોજેક્ટ સરસ રીતે પરીપૂર્ણ થયો હતો જેમાંતમામ બાળકો સહભાગી થયા હતાં. અને દરેક બાળકે સરસ મજાના જવાબો આપ્યા હતાં. અને બાળકો ને મનગમતી પ્રવૃતી કરવાની મજા પણ આવિ હતી. મને પણ તે બાબત જાણીને આનંદ થાઈ છે કે. બાળકોને પ્રેક્ટિકલ જે કાઈપણ બતવવામાં આવે છે. તેનું. તેનું તેમના માનસ ઉપર વિશેષ પ્રભાવ પડે છે. અને બાળકો પ્રત્યક્ષ રીતે શિખવાનો પ્રયત્ન કરે છે. અને તેના લીચે બાળકો લાબા સમય સુધી યાદ પણ રાખીશકે છે. પરીણામ સરસ મળે છે. આ ઉપરાંત આ એકમને અંતર્ગત પ્રેક્ટિલ શિક્ષણ આપવાથી બાળકની જિજ્ઞાસવૃતિ અને બાળક પોતે પણ કંઈક કરે એવી વૃતિનો પણ વિકાસ થવા પામ્યો હતો, જે નિદર્શન પધતિદ્વારા કરી શકાય અને બાળકો ઘરે પણ આવા પ્રયોગો કરતાં થયા હતાં.

 શીખવા-શીખવવાને બાબતે પોતાના વર્ગખંડ સબંધિત કોઈ ચર્ચા નથી

 વર્ગખંડમાં પરિણામોની પોતાના શીખવા-શીખવવા પર કેટલી અસર થાય છે તે વિષે ચર્ચે છે

 પરિણામો વર્ગખંડમાં પોતાના શીખવા-શીખવાની બાબતે કેટલા અસર કરે છે અને શીખવાની સેટિંગ માટેની (એટલે કે, અન્ય વર્ગખંડ, શાળાઓ, જીલ્લા, વગેરે) અસરો બાબતે ચર્ચા કરે છે. ભવિષ્યના સંશોધન પ્રશ્નોને પણ ઓળખે છે.

અહેવાલમાં સુધારાની જરૂર છે? 

Comments

Post a Comment

Popular posts from this blog

નાના બાળકોને માટે ખાસ સરસ મજાની ગુજરાતી ભાષામાં   બાળવાર્તાઓ ક્લિક કરો અને બાળકોને સંભળાવો.

પ્રજ્ઞા ઓલ ઈન વન મટરિયલ્સ કલેક્શન